Wednesday, April 29, 2009

Krishna poem:Modern

હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો
ગોકુળમાં ગાયો તેં ખુબ ચરાવી. રસ્તાની ગાયો હઠાવી તો જો.
ચૌદમે વર્ષે મામા કંસને તેં માર્યો. બીન લાદેનને આંગળી અડાડી તો જો.
ચીર પુર્યાં તે દ્રૌપદીનાં.મલ્લીકાને દુપટ્ટો પહેરાવી તો જો.
ગોકુળમાં સોળસો ગોપી તેં રાખી. કોલેજની છોકરી એક પટાવી તો જો.
સારથી બન્યો તું કુરુક્ષેત્રે અર્જુનનો. અહીંના રસ્તા પર ગાડી ચલાવી તો જો.
> હે ક્રીષ્ન દુનીયામાં એક વાર આવી તો જો.